મોરબીમાં હાઈ-વે પર આડેધડ ખડકાયેલા હોર્ડિંગ જોખમી

- text


વરસાદ, વાવાઝોડામાં હોર્ડિંગ પડવાનો ભય

- text

મોરબી : જાંબુડિયા-રફાળેશ્વર ગામ નજીક હાઈવે પર આડેધડ ખડકાયેલા હોર્ડિંગ જોખમી બને તેવી સ્થિતિ છે. કારણકે વરસાદ અને વાવઝોડામાં આ હોર્ડિંગ પડી જતા હોવાથી જાનહાનિનો ભય રહે છે તેથી સરપંચે આ હોર્ડિંગ દૂર કરવાની માંગ કરી છે.
જાંબુડિયા ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ પાંચીયાએ મામલતદારને રજૂઆત કરી હતી કે, મોરબીના જાંબુડિયા તથા રફાળેશ્વર ગામ સુધી નેશનલ હાઇવે પર સમાંતરે હોર્ડિંગ નાખવામાં આવ્યા છે. જો કે સરકારી ખરાબાની જગ્યામાં ગેરકાયદેસર નખાયેલા આ હોર્ડિંગ ભયજનક છે. કારણ કે હોર્ડિંગ નાખવામાં કોઈજાતની સલામતીની દરકાર રખાતી નથી.પરિણામે લોકો પર જોખમ ઉભું થયું છે. ખાસ કરીને ચોમાસાના સમયમાં હોર્ડિંગ જોખમી બની જાય છે. અતિ વરસાદ કે વાવાઝોડામાં હોર્ડિંગ પત્તાના મહેલની માફક પડી જાય છે. ભૂતકાળમાં અતિભારે વરસાદ, વાવાઝોડું તેમજ ભારે પવનમાં હોર્ડિંગનો સોથ વળી ગયો હતો. આવી પ્રતિ વર્ષે ઘટના બનતી હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતું હોવાથી લોકોની સલામતી જોખમમાં મુકાઇ છે. નેશનલ હાઇવે પર લોકોની સતત અવરજવર રહેતી હોય છે આવા તોતિંગ હોર્ડિંગ પડે તો જાનહાનીની ભીતિ રહે છે. તેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની સરપંચે માંગ કરી છે.

- text