મોરબી : સરકારી હોસ્પિટલ અને 108ના નર્સિંગ સ્ટાફે કેમ કાપી કેક ? જાણો અહીં..

- text


 

મોરબી : 12 મે ના રોજ મોરબી સરકારી હોસ્પિટલમાં હોસ્પિટલના અને 108 ઇમરજન્સી સેવાના નર્સિંગ સ્ટાફ સહિતના લોકોએ કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ કેક કોઈના જન્મદિવસની ઉજવણી માટે કાપવામાં આવી ન હતી. પરંતુ આ કેક ઇન્ટરનેશનલ નર્સિંગ દિવસની ઉજવણીના ભાગરૂપે કાપવામાં આવી હતી. 12 મે ને ઇન્ટરનેશનલ નર્સિંગ ડે તરીકે સમગ્ર દુનિયામાં ઉજવાય છે. ત્યારે મોરબી સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને 108ના સ્ટાફ દ્વારા પણ મોરબી સિવિલ હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે હોસ્પિટલના ડોકટરો પણ હાજર રહ્યા હતા.

- text