વાંકાનેર : પંપ માલિક પર હુમલો કરનાર ૭ પૈક્કી ૫ ના નામો ખુલ્યા

- text


વાંકાનેર : વાંકાનેરના પોશ ગણાતા જીનપરા ચોકમાં ધોળે દિવસે મેડીકલ સ્ટોર પર દવા લેવા આવેલા રાજા પેટ્રોલ પંપના માલિક યુંનુશભાઈ શેરસીયા પર અફઝલ ખટકી તેમજ નરવીર સીંહ અને અન્ય ૫ અજાણ્યા શક્સોએ હુમલો કરી પંપ માલિક ની પરવાના વાડી રીવોલ્વર લુટવાના પ્રકરણમાં ઉપરોક્ત બે નામો સહીત અજાણ્યા પૈક્કીના ૫ માંથી વધુ ત્રણ નામો શહેર પોલીસે તપાસ દરમ્યાન ખોલી નાખ્યા હતા. જોકે માત્ર નામો જ બહાર આવ્યા છે પરંતુ કોઈ પણ ની ભાળ હજુ મળી નથી.

- text

પંપ માલિક પર હુમલાના પ્રકરણમાં તુરંત હરકતમાં આવેલ શહેર પોલીસે બનાવ વાડી જગ્યા પાસેથી મેળવેલા સીસીટીવી ફૂટેજ ને જુદા જુદા બે દિશાઓ ના ફૂટેજ મેળવી હુમલાખોરો ની ભાળ મેળવવાની પ્રથમ કોશિશ કરેલી તેમાં ઉપરોક્ત બંને શકશો ની સાથે આવેલા અન્ય ૫ શકશો પૈક્કી સલીમ ઘાંચી( રહે. હળવદ) તેમજ હુશેન ઉર્ફે બાબો આદમભાઈ મચ્છી વાળો અને એક પઠાણ હોવાનું ખુલ્યું હતું. જયારે અન્ય હજુ બે શક્શોની ઓળખ થઇ શકી નથી. હુમલાખોરો એક પીળા-લીલા કલરની ઓટો રીક્ષામાં તેમજ બે મો.સા. માં આવી મેડીકલ સ્ટોર પર ઉભેલા યુંનુશભાઈ પર લાકડી-પાઈપ વડે પાછળથી પગે અને માથા પર તૂટી પડ્યા હતા તેમજ પોતાનો બચાવ કરવા ભાગેલા માલિક નો સાતેય શકસો એ પીછો કરી ચોક ની એક બાજુ એકી સાથે હુમલો પણ કર્યો હતો અને હુમલો કરી મોરબી-બાઉન્ડ્રી તરફ ઉપરોક્ત ત્રણેય વાહનો માં નાસી છુટ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.

 

- text