વાંકાનેર : ખેડૂતો માટેના ખુશ ખબર.. જાણો અહી..

- text


વાંકાનેર : કાશીયાગાળા પાસેથી પસાર થતી સૌની યોજનાની પાઈપ લાઈન મારફતે ફરી એક વખત માજી નગરપતિ જીતુભાઈ સોમાણીની મુખ્યમંત્રીની રજૂઆતને પગલે આશરે દોઢ માસ ચાલે તેટલો નર્મદા નીર નો જથ્થો છોડવામાં આવ્યો છે.

વાંકાનેર પંથકમાં આશરે દોઢેક માસ અગાઉ કાશીયાગાળા ગામ નજીકથી પસાર થતી રાજ્ય સરકારની નર્મદા નીરની સૌની યોજનાની પાણીની પાઈપ લાઈન વાટે વાંકાનેર પંથકમાં ગત વર્ષમાં ઓછા પડેલા વરસાદના પગલે ૨૦૦ એમસીક્યું જેટલું પાણી છોડવામાં આવ્યું હતું. જેના પરિણામે પંથકના ઢુવા વિસ્તારના અનેક ગામોમાં પાણી ની રાહત થઇ હતી.

- text

વાંકાનેર તાલુકો ૧૦૨ ગ્રામ્ય વિસ્તારમાં પથરાયેલ હોય અને તેમાં પણ ઢુવા પંથકના ગામડાઓમાં પાણીના સ્ત્રોત ની અછત ના પરિણામે ફરી એક વખત માજી નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા મુખ્યમંત્રીને ફરીથી બે થી અઢી માસ જેટલો પાણીનો જથ્થો ફરીથી આપવાની રજૂઆતને મુખ્ય મંત્રી એ લીલીઝંડી આપી હતી અને તે બાબતે કલેકટર ને સુચના પણ આપવામાં આવી હતી.  જીતુભાઈ ની રજૂઆત ના પગલે આજરોજ ફરીથી કાશીયાગાળા પાસેથી આશરે દોઢેક માસ ચાલે તેટલો નર્મદા નીર નો જથ્થો સૌની યોજનાની પાઈપ લાઈનમાંથી છોડવામાં આવ્યો હતો. આજ રોજ બપોરના સમયે પુનઃ છોડવામાં આવેલા નર્મદા નીર ને લુણસર અને ઢુવા પંથકના લોકોએ ફૂલડે થી વધાવ્યા હતા.

- text