રફાળેશ્વર પાસે હાઈ-વે પર ટ્રક સળગ્યો…

- text


મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇ-વે પર રફાળેશ્વર જીઆઇડીસી નજીક બપોરે 1 વાગ્યા ની આસપાસ ટ્રકમાં અચાનક આગ હતી.
નેશનલ હાઈ-વે પર રફાળેશ્વર જીઆઇડીસી પાસે બોસ સિરામીકની સામે રોડ પર એક ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકની આખી કેબીન આગની ઝપટ આવી ગઈ હતી. હાઈ-વે પર ટ્રક સળગવા લાગતા થોડી વાર માટે અફડા તફળી સાથે હાઈ-વે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ આગની ઘટના અંગે મોરબી ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે ટ્રક માં આગ લાગ્યાની રાહદારીઓ દ્વારા અમને જાણ કરવામાં આવતા એક ટિમ સ્થળ પર રવાના કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ટ્રક માં આગની ઘટનામાં કોઈ ને ઇજા થયાની વિગતો મળી નથી.

- text

ફોટો : પ્રકાશ ઠાકવાણી

- text