મોરબીના અંદરના વિસ્તારોમાં અંધારા ક્યારે ઉચેલાશે ?

- text


વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઊંઘમાં

- text

મોરબી : મોરબીના મુખ્ય રસ્તાઓ પર ઘણી વખત દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે. જયારે અન્ય પછાત અને અંદરના વિસ્તારોમાં રાત્રીના અંધારામાં પણ સ્ટ્રીટ લાઈટો બંધ હોય છે. આવા એક વિસ્તાર રોહીદાસપરાની ગુજરાત સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટો કેટલાય સમયથી બંધ પડી ગઈ છે. વારંવાર ફરિયાદ કરવા છતાં તંત્ર ઊંઘમાં હોય એમ લાગે છે.
મોરબી જીલ્લામાં કેટલાક મુખ્ય માર્ગો પર દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળતી હોય છે. જ્યારે અન્ય અંદરના વિસ્તારમાં રાત્રીના અંધારાપટમાં પણ સ્ટ્રીટ લાઈટો બંધ હોય છે. મોરબીના રોહીદાસ પરા પાસેની ગુજરાત સોસાયટીમાં ઘણાં સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ પડી છે. તે વિસ્તારના લોકોને રાત્રીના સમયે સ્ત્રીઓ, વૃદ્ધોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અંધારામાં અકસ્માત થવાનો પણ ભય રહે છે. તેથી વારંવાર ફરિયાદ કરવા છતાં તંત્ર કોઈ નિર્ણય લેતું નથી. ત્યારે એક જાગૃત નાગરિકની ફરજ બજાવતા ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ મોરબી જિલ્લાના પ્રમુખ જયેશ એમ. કાટિયાએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને આ બાબત અંગે લેખિત ફરિયાદ કરેલ છે. અને આ પ્રશ્નનો સમયસર યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી છે.

- text