મોરબી પાલિકાના કર્મચારીઓ આજે સામુહિક રજા પર : સીટી બસ સહિતની સુવિધા ઠપ્પ

- text


સાતમા પગાર પંચની માંગણીના મુદ્દે 380 કર્મી રજા પર

મોરબી : નગરપાલીકાના કર્મચારીઓ સાતમાં પગાર પંચની માંગણીના મુદ્દે સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે. પાલિકા કર્મચારીઓના તબક્કાવાર આંદોલનના ભાગરૂપે આજે મોરબી નગર પાલિકાના તમામ કર્મચારીઓએ આજે સામુહિલ રાજા પર ઉતરી ગયા હતા. જેના કારણે સીટી બસ સુવિધા સહિતની પાલિકાની તમામ કામગીરી ઠપ્પ થઇ જતા નગરજનોને હાલાકી ભોગવવી પડી હતી.

- text

મોરબી સહીત રાજ્ય ની 162 નગરપાલિકા ના કર્મચારી ઓ લાંબા સમય થી સાતમા પગાર પંચ ના લાભ આપવાના મુદ્દે સરકાર સામે લડત ચલાવી રહયા હતા અનેક વખત રજુવાતો કરવા છતાં સરકારે આ મુદ્દે નમતું ન જોખતા પાલિકા ના કર્મચારીઓ સરકાર સામે એલાન એ જંગ છેડ્યો છે અને આગામી સમય માં તબ્બકા વાર આંદોલન ચલાવવાની ઘોષણા કરી હતી. જેમાં અગાવ મોરબી નગરપાલિકા ના કર્મચારીઓ નગરપાલિકા કચેરી થી જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી કાઢી જિલ્લા કલેકટર ને પત્ર પાઠવ્યું હતું. ત્યાર બાદ આજે રાજ્યની તમામ 162 પાલિકાના કર્મચારીઓની સાથે મોરબી પાલિકાના તમામ 380 કર્મચારીઓ પણ આજે તારીખ 12 ના રોજ એક દિવસની માસ સીએલ પર ઉતરી આંદોલનમાં જોડાયા હતા. મોરબી પાલિકાના તમામ કર્મીઓ રજા પાર ઉતરી જવાના કારણે પાલિકાની તમામ કામગીરી ઠપ્પ થઇ ગઈ હતી. શહેરની સીટી બસ સહિતની તમામ પ્રાથમિક સુવિધા પણ બંધ રહેતા મોરબીના નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાલિકા કર્મચારી મંડળના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ morbiupdate.comને જણાવ્યું હતું કે રાજ્ય નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા ચાલતા આ આંદોલનમાં મોરબી પાલિકાના કર્મચારીઓ જોડાયા છે. જેના ભાગ રૂપે આજે તમામ કર્મીઓ સામુહિક રજા પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે. તેમજ આંદોલન ના નિર્ધારિત કાર્યક્રમ મુજબ આગામી તારીખ 16 ને મંગળવારે સવારે 9:00 થી 5:00 કલાક સુધી પ્રતીક ધરણા નગરપાલિકા ખાતે યોજવાની જાહેરાત કરી છે. સપ્તાહ ના આ જલદ કાર્યક્રમ છતાં સરકાર નગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગારપંચ ના બદલી આપવા હકારકમક વલણ નહી દાખવે તો તારીખ 19 મેં થી ઉપવાસ આંદોલન તથા અચોક્કસ મુદ્દત ની હડતાલ કરવાની ચીમકી આપી છે.

- text