મોરબી પાલિકામાં રોડ પ્રશ્ને મહિલાઓએ લીધા હાથમાં ચંપલો..!!!

- text


મોરબી : નવલખી રોડ પરના કુબેરનગર ના રોડ પ્રશ્નને પાલિકા તંત્રની હદ બહારની બેદરકારીના કારણે રોષે ભરાયેલી આ વિસ્તારની મહિલાઓએ પાલિકા કચેરીએ મોરચો માંડ્યો હતો. તેમાંય પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ગેરહાજર રહેતા મહિલાઓ વિફરી હતી અને પાલિકા પ્રમુખની ચેમ્બર માં ચંપલો મારીને આક્રોશ ઠાલવ્યો હતો. બાદમાં પોલિસની દરમ્યાનગિરીથી મામલો શાંત પાડ્યો હતો

- text

નવલખી રોડ પરના કુબેર નગરના રોડ પ્રશ્નને આ વિસ્તારની 40 થી વધારે મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ દોડી ગયું હતું. મહિલાઓ એ રોષ ભેર જણાવ્યું હતું કે કુબેર નગરનો મેઈન રોડ ઘણા સમયથી બન્યો નથી. થોડો ઘણો સારો માર્ગ બચ્યો હતો એ પણ નર્મદા અને ગેસની લાઈન માટેનું ખોદણ કરતા સારો બચેલો માર્ગ પણ ખરાબ થઈ ગયો છે. ચોમાસામાં રોડની બતર હાલત થઈ જાય છે. રોડ પ્રશ્નને અવાર નવાર રજુવાત કરવા છતાં પાલિકા તંત્રની ઊંઘ ઊડી નથી. મહિલાઓ રજૂઆત કરવા આવી ત્યારે પાલિકામાં ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખ હાજર ના હોવાથી વિફરેલી મહીલાઓએ પાલિકા ચેમ્બર પર ખાહડા માર્યા હતા. તેથી તોડફોડ થવાની ભીતિ થી પોલિસ ને જાણ કરાઇ હતી .બાદમાં પોલીસ પહોચી જઇ મામલો સંભાળી લીધો હતો. બાદમાં પાલિકા પ્રમુખના પી.એ. ભાવેશ દોશીએ રોડ નું ટેન્ડર બહાર પડી ગયું છે . અને કામ શરૂ થઈ જવાની ખાતરી આપી હતી .આથી મહિલાઓએ રોડનું કામકાજ તાત્કાલિક શરૂ ન થાઈ તો ટેક્સ ન ભરવાની અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

- text