યંગ ઇન્ડિયા ગ્રુપ ના સભ્યએ અનોખી રીતે લગ્ન વર્ષગાંઠ ઉજવી..

- text


 

મોરબી : મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ પહેલેથી જ કઈક અલગ અને પ્રેણાદાઈ કાર્યો કરવા માટે જાણીતું છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ ના સભ્ય ચેતનભાઈ ચારોલા (ચિક્સ) ની આજે તારીખ ૧૧ મે એ લગ્નની વર્ષગાંઠ હોવાથી ચેતનભાઈ અને તેમના ધર્મપત્નીએ તેમની લગ્નની વર્ષગાંઠ યુંગ ઇન્ડિયા ગ્રુપની વિચારધારા મુજબ કરવાનો નિર્ણય લીધો હતો. સામાન્ય રીતે લગ્નની વર્ષગાંઠ અને બીજા યાદગાર દિવસો પર કેક કાપી મોંઘી હોટલમાં જમવા જવાની અને ત્યાં ઉજવણી કરાતી હોય છે. પરંતુ યંગ ઇન્ડિયા ગ્રુપ ના સભ્ય ચેતનભાઈ અને તેમના ધર્મપત્નીએ આવી પશ્ચિમી ઉજવણી કરવાના બદલે અલાયદી ઉજવણીના ભાગરૂપે મોરબી શહેરમાં આવેલ પછાત વિસ્તાર અને ઝુપડપટ્ટી વિસ્તારના ૮૦૦ જેટલા બાળકો ને ગરમ નાસ્તો ( સેન્ડવીચ) અને સરબત નું વિતરણ કરી લગ્નની વર્ષગાંઠની અનોખી માનવતામય ઉજવણી કરી હતી. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું કે અમારા દરેક સભ્યના જીવનમાં આવતા યાદગાર દિવસોની ઉજવણી ગ્રુપની પરંપરા અનુસાર પ્રેણાદાઈ કાર્ય કરીને કરવામાં આવે તેવો અમારા ગ્રુપનો પ્રયાસ છે. ત્યારે ચેતનભાઈ અને તેમના ધર્મપત્નીને યંગ ઇન્ડિયા ગ્રુપ ની આ વિચારધારાને સમર્થન આપવા બદલ તેમનો ખુબ ખુબ આભાર માનીએ છીએ. તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ ની આ વિચારધારામાં મોરબી ના અન્ય લોકો પણ જોડાઈને આ રીતે પોતાના જીવનના યાદગાર દિવસો અને પ્રસંગોની આ રીતે પ્રેણાદાઈ ઉજવણી કરે તેવી આશા યંગ ઇન્ડિયા ગ્રુપ રાખે છે.

- text