વાંકાનેરમાં પેટ્રોલ પંપના માલિક પર હુમલો કરી પરવાના વાળા હથિયારની લુટ

- text


- text

વાંકાનેર : વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે આવેલ રાજા પેટ્રોલ પંપના માલિક યુંનુશભાઈ શેરસીયા ને દવા લેતી વખતે ૭ અજાણ્યા શખ્સો એ મારમારી પંપ માલિક પાસે રહેલ પરવાના વાળા હથિયાર ની લુટ ચલાવી પંપ માલિકને ઢોર માર મારી પલાયન થયાનો બનાવ બન્યો હતો.
શહેરના જીનપરા વિસ્તારમાં મોડી સાંજના સમયે એક મેડીકલ સ્ટોર પર શહેર નજીકના ચંદ્રપુર ગામ પાસે આવેલ રાજા પેટ્રોલ પંપ ના માલિક યુંનુશભાઈ શેરસીયા કોઈ દવા લેવા બાબતે પોતાની ઈનોવા કારમાં આવ્યા હતા અને મેડીકલ સ્ટોર પરથી દવાની ખરીદી કરી રહ્યા હતા. દવાની ખરીદી કરતા સમયે અચાનક તેની પર પાછળ થી કોઈ વાહનમાં આવેલા ૭ શખ્સો યુંનુશભાઈ કશું સમજે તે પહેલા તેના પર રીતસરના ધોકા અને લાકડી વડે તૂટી પડ્યા હતા. અચાનક જ પોતાના પર હુમલો થયો હોય સ્વ બચાવ માટે યુંનુશભાઈ એ ત્યાંથી ભાગવાની કોશિશ કરેલ અને તેઓ પાસે સ્વ બચાવ માટે રાખેલ પરવાના વાળું હથિયાર હાથમાં લેવા જતા તે હથિયાર પણ હુમલો કરનાર શખ્સો પૈક્કીના કોઈએ લુટી લીધું હતું અને યુંનુશભાઈ ને માર મારવા લાગેલા. સ્વબચાવ માટે પંપ માલિક ત્યાંથી થોડે દુર ચોક માં નાસતા હુમલાખોરોએ તેને માર મારવા પીછો કર્યો હતો પરંતુ યુંનુશભાઈ દુર નીકળી જતા હુમલાખોરો પણ ત્યાંથી પલાયન થઇ ગયા હતા અને સાથે ફરિયાદમાં જણાવ્યા મુજબ પંપ માલિક નું પરવાના વાળું હથિયાર પણ લુટી ગયા હતા. હુમલાખોરો દ્વારા ધોકા અને લાકડીઓ વડે માર મારતા યુંનુશભાઈ ને માથા અને શરીર ના ભાગે ઈજા થતા પ્રથમ વાંકાનેર અને ત્યારબાદ રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે .
આ તરફ શહેર પોલીસે યુંનુશભાઈ ની ફરિયાદ પરથી અફઝલ અલી મુસા તેમજ નરવીરસિંહ દરબાર સહીત અન્ય અજાણ્યા ૫ શકશો વિરુદ્ધ લુટ અને મારામારીનો ગુન્હો દાખલ કરી નાસી છુટેલા સાતેય શકશો ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

- text