મોરબી પંથકમાં વાતાવરણમાં પલટો..

- text


મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રમાં અચાનક જ વાતાવરણમાં માં બદલાવ જોવા મળી રહ્યો છે. આકરા તાપ ની વચ્ચે સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડવાની વિગતો મળી રહી છે. ત્યારે વાતાવરણમાં આવેલા આ પલટાની અસર મોરબી પંથક માં પણ જોવા મળી છે. મોરબી શહેર સહિતના વિસ્તારોમાં બપોર બાદ અચાનક જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વાતાવરણમાં અચાનક વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો સહિતના લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જો કે હજુ સુધી મોરબી પંથકમાં કોઈ જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા ના સમાચાર મળ્યા નથી.

- text