મોરબીના A1 ગ્રેડ મેળવનારા છાત્રોની સિદ્ધિનું શું છે રહસ્ય ? જાણો અહી..

- text


 

મોરબી : આજે જાહેર થયેલા ધો.૧૨ ( વિ.પ્ર.)ના પરિણામમાં મોરબી જીલ્લામાં કુલ ૯ છાત્રોએ A1 ગ્રેડ મેળવ્યો છે. જેમાંથી ચાર છાત્રો એકલા નવયુગ સાયન્સ સ્કુલના છે. જયારે બે છાત્રો નિર્મલ સાયન્સ અને એક છાત્ર નાલંદા વિદ્યાલયનો છે. સખ્ત પરિશ્રમ કરી સાયન્સમાં એ વન ગ્રેડ મેળવનારા છાત્રોએ morbiubdate.com સાથેની વાતચીતમાં શું કહ્યું જાણો અહી…..

સૌમ્ય શાહ : ગ્રેડ A1: ૯૯.૭૫ PR : ૯૧ %

નવયુગ વિદ્યાલયમાં ભણતા સૌમ્ય શાહ પોતાની સિદ્ધી અંગે કહે છે કે દરરોજનો અભ્યાસ દરરોજ કરી લેવાનો મારો લક્ષ્ય હતો. અને આ લક્ષ્ય પાર પાડતા જ આં સિદ્ધી મળી છે. મારે આગળ ડોક્ટર બનવાની તમન્ના છે. સૌમ્યના પિતા વ્યવસાયે વકીલ છે.

યશવી ફૂલ્તરીયા : ગ્રેડ A1 : ૯૯.૦૯ PR : ૯૦.૦૬ %

નવયુગ વિદ્યાલયમાં ભણતી યશવી નિલેશભાઇ ફૂલતરીયા કહે છે કે સ્કુલમાં નિયમિત અભ્યાસ અને પાઠ્યપુસ્તક આધારિત વાંચને ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં સફળતા અપાવી છે. મારે આગળ ડોક્ટર બનવું છે. યશવીના પિતા વ્યવસાયે ઉદ્યોગપતિ છે.

જયેશ ફૂલતરીયા : ગ્રેડ A1 : ૯૯.૭૯ PR :  ૯૨.૪ %

નવયુગ વિદ્યાલયમાં ભણતા જયેશ પોતે મેળવેલી સફળતા અંગે કહે છે કે મેં ગોખણપટી કરી નથી. માત્ર મન દઈને અભ્યાસ કરતો અને અભ્યાસને આત્મસાત કરતા બધું જ યાદ રહી ગયું અને પરિણામ જ્વલંત આવ્યું છે. મારે આગળ ડોક્ટર બનવાની ઈચ્છા છે. જયેશના પિતા વ્યવસાયે ઉદ્યોગપતિ છે.

- text

હાર્દિક બાવરવા ગ્રેડ A1 :  ૯૯.૬૯ PR : ૯૦.૦૪ %

નવયુગ વિદ્યાલયમાં ભણતા બાવરવા હાર્દિક પોતાની સફળતા વિશે કહે છે કે દરરોજનું અભ્યાસ કરવાનું કામ દરરોજ કરી લેતો હતો. પેન્ડીંગ ક્યારેય રાખતો નહી. મારી આજ મહેનતે મને આ સિદ્ધી અપાવી છે. મારે આગળ બીએસસી કરી ફીઝીક્સ માં રીસર્ચ કરવાની ઈચ્છા છે. હાર્દિકના પિતા વ્યવસાયે શિક્ષક છે.

મોદી ઋષિત : ગ્રેડ A1 ૯૯.૮૮ PR : ૯૩.૦૨ %

નિર્મલ વિદ્યાલયમાં ભણતા મોદી ઋષિત અતુલભાઈ પોતાની સફળતા અંગે કહે છે કે દરરોજ સ્કુલે જે વિષયનું જ્ઞાન અપાતું તેને કંઠસ્થ કરી લેતો અને ઘરે જઈને નિયમિત રીવીજન કરી લેતો હતો. વર્ષ દરમિયાન રોજબરોજના અભ્યાસથી ભવ્ય સફળતા મળી છે. મારે આગળ મીકેનીકલ એન્જિનીયર બનવું છે. ઋષિતના પિતા વ્યવસાયે મસાલાના વેપારી છે.

જેઠવા ઋજુલ : ગ્રેડ A1 : ૯૯.૮૫ PR : ૯૨ %

નિર્મલ વિદ્યાલયમાં ભણતી જેઠવા ઋજુલ હર્ષકાંતભાઈ કહે છે કે દરરોજ સાત થી આઠ કલાક અભ્યાસ કરતી અને સખત પુરુષાર્થ થી આ સિદ્ધી મેળવી છે. અને આગળ કાર્ડિયોલોજીસ્ટ બનવાની ઈચ્છા છે. ઋજુલના પિતા વ્યવસાયે પ્રોફેસર છે.

 

રિયા ભેસદડીયા : ગ્રેડ A1 : ૯૯.૬૭ PR

નાલંદા વિદ્યાલયમાં ભણતી રિયા ભગવાનજીભાઈ ભેસદડીયા કહે છે કે સ્કુલમાં જે દરરોજ અભ્યાસ કાર્ય કરવાનું તેને મન દઈને અભ્યાસ કરી લેતી અને પછી તેનું સમયસર રીવીજન કરી લેવાથી આં જ્વલંત સિદ્ધી મળી છે. મારે આગળ ડોક્ટર બનવું છે. રિયાના પિતા વ્યવસાયે સાયન્સ કોલેજમાં પ્રોફેસર છે.

 

- text