મોરબીમાં નવા રોડ તૂટવા મામલે ત્રણ એજન્સીને નોટીસ ફટકારી પેમેન્ટ અટકાવાયું

- text


થોડા સમયમાં નવા રોડ તૂટવાના આક્ષેપો થયા બાદ પાલિકાએ કરી કાર્યવાહી

મોરબી : પાલિકા વિસ્તારમાં નવા બનાવેલા રોડ તૂટી જવા મામલે કોંગી અગ્રણીએ ગંભીર આક્ષેપો કર્યા બાદ પાલિકા તંત્રએ જવાબદાર એજન્સીઓ સામે સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ત્રણ રોડનું કામ કરનાર ત્રણ એજન્સીને નોટીસ ફટકારી પેમેન્ટ અટકાવી દઈને આં રોડનું પાલિકાની દેખરેખ હેઠળ યોગ્ય રીતે રીપેરીંગ કરવાની તાકીદ કરી છે.

- text

મોરબીમાં ત્રણ માસ દરમિયાન અનેક રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. જેમાં વાઘપર મેઈન રોડ, સાવસર પ્લોટ, સાયન્ટીફિક રોડ, રોહીદાસ પરા,શનાળા પાસેનો રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ બે માસના સમય ગાળામાં આ નવા બનાવેલા રોડ તૂટી ગયા છે. જેથી કોંગી અગ્રણી રમેશભાઈ રબારીએ નવા રસ્તાઓ તૂટવા મામલે નગરપાલિકા પર ભષ્ટ્રાચારનો આક્ષેપ કરી આં બાબતને નગરપાલિકા નિયામકને રજૂઆત કરીને યોગ્ય પગલાની માંગ કરી હતી. ત્યારે પાલિકાતંત્રએ નવા રોડ રસ્તા તૂટી જવા મામલે આ રોડનું કામ કરનાર એજન્સી સામે કડક કર્યવાહી કરી છે. જેમાં સાવસર પ્લોટના રોડના કામ નબળા થવા અંગે રોડનું કામ કરનાર ગોકુળ કન્સ્ટ્રકશન એજન્સી, શનાળાના ઢાળ થી જીઈબી ના ક્વાટર સુધીના રોડ તૂટવા અંગે જવાબદાર ઓલવેલ પ્રોજેક્ટ એજન્સી તથા નગરપાલિકાના ગોડાઉન થી રોહીદાસ પરનો માર્ગ તૂટવા બાબતે ચિન્મય એન્ટરપ્રાઈઝ એજન્સીને નોટીસ ફટકારી છે. નોટીસમાં ત્રણેય એજન્સીના પેમેન્ટ, બીલો અટકાવી દેવાયાનું જણાવ્યું છે. તેમજ આં રસ્તાઓને યોગ્ય રીતે સમાર કામ કરવાની અને સમાર કામ કરે તે પહેલા પાલિકાને જાણ કરવાની તાકીદ કરી છે.

- text