ટંકારામાં હવે ખેડૂતોને 6 નંબરનો ઉતારો ઓનલાઇન મળશે..

- text



ટંકારા : ટંકારાના તમામ ગામડાના ખેડુત ખાતેદારો ના 6 નં ઓનલાઇન રજિસ્ટ્રેશન થઈ ગયા. હવે 7. 12. નંબરની જેમ 6 નંબરની નકલ પણ ઓનલાઇન તાત્કાલિક મળતી થઈ જશે.

- text

ટંકારા મામલતદાર પટેલ ના વડપણ હેઠળ ના. મામલતદાર પિ. આર.ગંભીર અને તેમની ટિમ છેલ્લા ત્રણેક મહિનાથી રાત દિવસ કામે લાગી ને ખેડૂત ખાતેદારોના 6 નંબર ના ઉતારનો ડેટા ઓનલાઇન કરવાની કામગીરી પૂર્ણ કરી નાખી છે. પેહલા ટંકારા તાલુકાના 42 ગામોના મેન્યુઅલી 6 નં નિકળતા હતા જે માટે ખેડુતો દ્વારા અરજી કરી અઠવાડિયે કાગળ હાથ ઉપર આવતો હતો અને અભણ અરજદારોને વગર જોતો આર્થિક ડામ ખમવો પડતો હતો. પરંતુ હવે ટંકારા કચેરી દ્વારા તાત્કાલિક ધોરણે 6 નંબર ઉતારાની ઓનલાઇન કામગીરી પૂર્ણ કરી મોરબી જીલ્લા ને પાછળ રાખી દીધો છે. માટે હવે ખેડુતોને 7 અને 12 ની નકલો ની જેમ 6 નંબરની કોમ્પ્યુટર પિન્ટ મળી રહશે અને આ માટે કોઇ ટિકિટ પણ લગાવી નહી પડે. જો કે આ અગત્યના દસ્તાવેજો કોઇ બિજા ન લે માટે કોપી લેનારે તેની ઓળખ આપવી ફરજીયાત બનશે.
ટંકારા મામલતદાર કચેરી દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી તેવી કામગીરી અન્ય તાલુકા કરે જેથી 6નં ની ઝંઝટ દુર થાય તેવી માંગ ઉઠી છે

- text