મોરબી નજીક દારૂની નદીઓ વહી !! જાણો કેમ ?

- text



પોલીસતંત્ર દ્વારા ૬ વર્ષમાં પકડાયેલો રૂ.૧.૩૨ કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો

- text

મોરબી : મોરબીમાં પોલીસતંત્ર દ્વારા વિવિધ સ્થળોથી પકડાયેલી દારૂની ૬૦,૦૯૨ બોટલો જેની કિંમત આશરે ૧.૩૨ કરોડનો દારૂ મોરબી બાયપાસ જુના ટોલનાકા પાસે મચ્છુ નદીના પટમાં આજ સવારે ૭ વાગ્યે નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે ૬ વર્ષમાં જિલ્લામાં પકડાયેલી કુલ ૬૦,૦૯૨ બોટલ પર બુલડોઝર ફેરવી દેતા થોડીવાર માટે દારૂની રેલંછેલમ થઇ ગઈ હતી.
ગુજરાતમાં વધતા જતા વિદેશી દારૂના વેચાણ અંગે દરોડામાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાને પોલીસતંત્ર દ્વારા નાશ કરવામાં આવે છે. મોરબી જીલ્લામાં વર્ષ ૨૦૧૬ દરમિયાન એ ડીવીસનમાં કુલ ૨૬૩ બોટલ કીમત રૂ.૮૦,૫૫૦ , બી ડીવીસનમાં વર્ષ ૨૦૧૪-‘૧૬ દરમિયાન કુલ ૧૪૨૭ બોટલ કુલ કીમત રૂ. ૩,૪૭,૩૫૦ તેમજ મોરબી તાલુકામાં વર્ષ ૨૦૧૧-,૧૬ માં કુલ ૪૦,૦૩૮ બોટલ કીમત રૂ. ૮૩,૯૨,૪૬૪ અને ટંકારા તાલુકામાં વર્ષ ૨૦૧૧-‘૧૬ દરમિયાન કુલ ૧૮,૩૬૪ બોટલ કીમત રૂ.૪૪,૪૪,૭૫૦ સહીત કુલ ૬૦,૦૯૨ બોટલ કીમત રૂ.૧.૩૨ કરોડના એકત્રિત થયેલા દારૂના જથ્થાને મોરબી બાયપાસ જુના ટોલનાકા પાસે મચ્છુ નદીના પટમાં ડે.કલેક્ટર કેતન જોષી,ડીવાયએસપી કે.બી ઝાલા ,નશાબંધી આબકારી અધિક્ષક રાજકોટ,પી આઈ ઓડેદરા, મોરબી તાલુકાના પીએસઆઈ ગઢવી, બી ડીવીસનના એમ.વી. ઝાલા ,તેમજ ટંકારા તાલુકાના મહિલા પીએસઆઈ ગૌસ્વામી સહિતના ની હાજરી માં કુલ ૬૦,૦૯૨ બોટલ કીમત રૂ.૧.૩૨ કરોડના આજરોજ રોજ વહેલી સવારે તમામ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જયારે પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા પર બુલ્ડોજર ફેરવી દેતા દારૂની નદીઓ વહેવા લાગી હોય તેવું દ્રશય સર્જાયું હતું.

- text