મોરબી જીલ્લા કોંગ્રસ પ્રમુખની નીટની પરીક્ષા ફરીથી લેવા માંગ

નીટમાં વન એક્ઝામનો છેદ ઉડી જતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું

મોરબી : મોરબી જીલ્લા કોગ્રસ પ્રમુખે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ભોગવવી પડતી મુશ્કેલીઓ અંગે સરકાર પર આકરાપ્રહારો કરી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે તે માટે નીટની પરીક્ષા ફરીથી લેવાની માંગ કરી છે.
જીલ્લાકોંગ્રસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓના સોનેરી સપનાને રંગદોડી નાખતો પ્રો-રેટા અને વન એકઝામનો મુદો પણ વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય સામે પ્રશ્ન ઉભો કરે છે.સરકારોની લાપરવાહી ને લીધે નિર્દોષ વિદ્યાર્થીઓને વગર વાકે સહન કરવાનો વારો આવ્યો છે.તબીબ શાખામાં અભ્યાસ કરવા માટે પ્રવેશ માટે નેશનલ એબિલીટી એન્ટરેન્સ ટેસ્ટ એટલે કે નીટ ના નામે ઓળખાતી પરીક્ષાનું સરકારે આયોજન કર્યું હતું. જેમાં ગુજરાતના અંગ્રજી તથા ગુજરાતી માધ્યમમાં ભણેલા હજારો વિદ્યાર્થીઓ જોડાયા હતા.સામાન્ય રીતે આ બને માધ્યમનું પ્રશ્ન પેપર એક જ પ્રકારનું લેવાનું હોય છે. પરંતુ કમનસીબે આં વખતની નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને આં બાબતથી અજાણ રાખી બને માધ્યમના અલગ અલગ પ્રશ્ન પેપરો કાઢતા વિદ્યાર્થીઓ કફોડી સ્થિતિમાં મુકાય ગયા છે. જેથી અંગ્રજી અને ગુજરાતી એમ અલગ અલગ માધ્યમથી એક્ઝામનું મેરીટ લીસ્ટ બનતા વિદ્યાર્થીઓને ડોક્ટર બનવાના સ્વપ્ન રોકાઈ જશે. પ્રોરેટામુજબ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને સીબીએસઈના પ્રવેશની ટકાવારીમાં વિસંગતતા ઉભી થશે જેથી વિદ્યાર્થીઓનું ભાવી ધૂંધળુંબની જશે તેથી નીટની પરીક્ષા ફરી વખત લેવાની માંગ કરી છે.