ઉજાલા યોજનાના પ્રકાશ વાંકાનેર પંથકમાં ક્યારે પથરાશે ?

છેલ્લા ત્રણ માસથી સ્ટોક ન હોય ૪-૫ દિવસ પછી આવશે નું પૂઠું લટકે છે !

વાંકાનેર : વાંકાનેરમાં સરકારની ઉજાલા યોજના સાવ ખડે ગઈ છે. નીભર તંત્ર ની ઘોર બેદરકારી ના પરીણામ સ્વરૂપે છેલ્લા ત્રણેક માસથી વધુ સમય થી લોકો આ યોજનાથી વંચિત છે.

સરકારે રાહત દરે એલ.ઈ.ડી. બલ્બ-ટ્યુબ લાઈટ- પંખા અંગે મસમોટી જાહેરાતો તો કરી દીધી પરંતુ તેની સામે પુરતો સ્ટોક કરી શકી ન હોય તેવું લાગી રહ્યું છે. ચુટણીની સમયમાં પ્રજાને લોભામણી અને ભ્રામક જાહેરાતો થાકી લલચાવી પ્રજાના મત મેળવ્યા બાદ કોણ પ્રજા- કેવી જાહેરાત અને કેવી યોજનાઓ ? સરકારે જાહેર કરેલ  ઉજાલા યોજના અંતર્ગત રાહતભાવે મળતા બલ્બ-ટ્યુબ લાઈટ અને પંખા બાબતે વાંકાનેર શહેર અને તાલુકાની પ્રજા મૂરખ બની હોય તેવું લાગી રહ્યું છે.આ યોજના શરુ કરી ત્યારે પ્રથમ ચાર અને ત્યાર બાદ બે અને અંતે એક જગ્યા પરથી આ યોજના નો લાભ પ્રજાને અપાતો હતો, પરંતુ હાલમાં છેલ્લા ત્રણેક માસ ના સમય થી  આ યોજનાની જાહેર થયેલ વસ્તુઓ માત્ર હાથમાં તારોલીયા સમાન ભાસી રહી છે. છેલ્લા ત્રણેક માસ થી એક પણ વસ્તુ વાંકાનેરમાં મળી નથી. અને જે જગ્યાએ વિતરણ સ્થાન ( શહર મધ્યે બાપુના બાવળા પાસે આવેલ વીજ કચેરી પાસે) પર છેલ્લા ત્રણેક માસ થી બલ્બ-ટ્યુબ લાઈટ અને પંખા નો સ્ટોક ન હોય ૪-૫ દિવસ બાદ આવશે તેવું બોર્ડ લટકીરહ્યું છે!