વાંકાનેર : પીપડીયારાજ ખાતે યોજાયું વિશાળ મોમીન સમાજ સુધારણા સંમેલન

 

વાંકાનેર : ઈસ્લામને માનનાર દરેકે અંધ શ્રદ્ધા વ્યસન અને વ્યભિચારને તિલાંજલિ આપવી જોઈએ સાથોસાથ કોઈપણ ધર્મની દીકરી કે ઔરતને પુરતું મન અને સન્માન આપવું જોઈએ એ. આ શબ્દો અને એલાન તાજેતરમાં વાંકાનેરના પીપડીયારાજ ના ગૌસે સમદાની માં યોજાયેલ મોમીન સમાજ સુધારણા સંમેલન માં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.
વાંકાનેર પંથકમાં ૬૦ થી વધુ ગ્રામ્ય માં મોમીન સમાજની વસ્તી બહોળી સંખ્યામાં છે ત્યારે પંથકના પીપડીયારાજ પાસે આવેલ ગૌસે સમદાની ની જગ્યામાં દારુલ ઉલમ ગૌસે સમદાની અને મહદીસે આઝમ મીશન- વાંકાનેર દ્વારા બિનરાજકીય બોલાવેલ સંમેલન માં હાલ ના સમયમાં મોમીન સમાજમાં પણ અન્ય સમાજની માફક વ્યશન ,અંધ શ્રદ્ધા અને કુરિવાજો તેમજ સામાજિક અન્ય બદીઓ પ્રવેશી ગઈ છે તેને હવે તિલાંજલિ આપવાનો સમય પાકી ગયો છે. સંસ્થાના જ સેક્રેટરી મૌલાના અમીન સાહેબ અકબરી એ કુરાન અને હદીસ ની રોશનીની છણાવટ કરતા મોમીન સમાજમાં પ્રસરતી બદીઓ ને તિલાંજલિ આપવા અનુરોધ કર્યો હતો જેનો ઉપસ્થિત વિશાળ મોમીન સમજે હાથ ઉચા કરી સમર્થન પણ આપ્યું હતું.
ઇસ્લામમાં મહિલાઓ ની જે ઈજ્જત કરવમાં આવી છે તેવી રીતેજ મહિલાઓ ની ઈજ્જત કરવી જોઈએ પછી તે કોઈપણ ધર્મ ની હોય. દીકરીઓ અને સ્ત્રીઓના હવાલાથી ચાલતા રાજકારણની ખોટી માન્યતામાં ન આવી જઈ ઇસ્લામિક પરંપરા પર ચાલવા અનુરોધ કરવામાં આવ્યો હતો. યુવા ધનને વ્યસન મુક્તિ તેમજ મોબાઈલ ના વધુ પડતા ઉપયોગ થી દુર રહેવા નસીહત આપવામાં આવી હતી. આ સાથે મોમીન સમાજ સુધારણા સંમેલનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહનાર લોકો સમક્ષ સમાજ સુધાર માટેના જુદા જુદા ૪૮ સૂચનો ની છણાવટ કરવામાં આવી હતી અને ઉપસ્થિત મેદનીએ દરેક મુદ્દે હાથ ઉચા કરી સમર્થન આપ્યું હતું.