મોરબીના પાનેલી ના તળાવ માંથી બે રોકટોક પાણી ચોરી

- text



કાલિકા નગર ગ્રામપંચાયત ની પાણી ચોરી અટકાવવા કલેકટર ને રજૂઆત

- text

મોરબી : પાનેલી ગામના તળાવમાંથી બેરોકટોક પાણી ચોરી થઇ રહ્યાની ફરિયાદ ઉઠી છે. પાલિકાના વહીવટદારોની મીલીભગત થી આ પાણી ચોરી થતી હોવાના આક્ષેપ સાથે કાલિકા નગર ગ્રામપંચાયતે કલેકટર ને રજૂઆત કરી પાણી ચોરી નહિ અટકાવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી આપી છે
કાલિકા નગર ગ્રામપંચાયત ના સરપંચ પ્રાણજીવનભાઈ ભીખાભાઇ એ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી કે, કાલિકાનગર પાસે રાજાશાહી વખત નું પાનેલી તળાવ આવેલું છે જે તે વખતે આ પાનેલી તળાવ માંથી પાણીનો ઉપયોગ મોરબી શહેર માટે થતો હતો પરંતુ હવે આ લાઈન બંધ કરવામાં આવી છે પાનેલી તળાવ નો વહીવટ મોરબી નાગરપાલિકા હસ્તક હોય ત્યાંના વહીવટદારો દ્વારા નગરપાલિકા ના વીજ કનેક્શન થી પાણી ઉપાડી પાઈપલાઈન વચ્ચે તોડી નાખી ખાડામાં પાણી વહાવી દઈ ત્યાંથી પાલિકાના વહીવટદારોની નજર હેઠળ ટેન્કરો ભરીને પાણી ચોરી કરવામાં આવી રહી છે. કાલિકાનગર ના પીવાના પાણી માટે બોર સિવાય પાનેલી તળાવના પાણી નો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ પશુપાલકો ના માલ ઢોર પણ પાનેલી તળાવના પાણી નો ઉપયોગ કરે છે ત્યારે આ તળાવ માંથી પાણી ચોરી થતી હોવાથી દસ દિવસ માં તળાવ ખાલી થઇ જવાની ભીતિ વ્યક્ત કરી છે. જેથી મત્સ્યઉદ્યોગ અટકી જશે આ બાબત ને ગંભીર ગણી ને પાનેલી તળાવમાંથી તાકીદે પાણી ચોરી અટકાવવાની માંગ કરી છે નહીંતર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text