મોરબી નગર પાલિકાના કર્મચારીઓનું વિરોધ પ્રદશન : રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યું

મોરબી : નગરપાલીકા ના કર્મચારી ઓ એ સાતમાં પગાર પંચની માંગણી ના મુદ્દે સરકાર સામે જંગ છેડ્યો છે. આજે મોરબી નગરપાલિકા થી પાલિકાના કર્મચારીઓએ જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.

મોરબી સહીત રાજ્ય ની 162 નગરપાલિકા ના કર્મચારી ઓ લાંબા સમય થી સાતમા પગાર પંચ ના લાભ આપવાના મુદ્દે સરકાર સામે લડત ચલાવી રહયા હતા અનેક વખત રજુવાતો કરવા છતાં સરકારે આ મુદ્દે નમતું ન જોખતા પાલિકા ના કર્મચારીઓ સરકાર સામે એલાન એ જંગ છેડ્યો છે અને આગામી સમય માં તબ્બકા વાર આંદોલન ચલાવવાની ઘોષણા કરી હતી. જેમાં આજે મોરબી નગરપાલિકા ના કર્મચારીઓ નગરપાલિકા કચેરી થી જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી કાઢી જિલ્લા કલેકટર ને પત્ર પાઠવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યા માં કર્મચારીઓ જોડાયા હતા. અને સરકાર વિરોધમાં સૂત્રોચ્ચારો કર્યા હતા. તેમજ રાજ્યની તમામ 162 પાલિકાના કર્મચારીઓ તારીખ 12 ના રોજ એક દિવસ ના માસ સીએલ પર ઉતરી આગામી તારીખ 16 ને મંગળવારે સવારે 9:00 થી 5:00 કલાક સુધી પ્રતીક ધરણા નગરપાલિકા ખાતે યોજવાની જાહેરાત કરી છે. સપ્તાહ ના આ જલદ કાર્યક્રમ છતાં સરકાર નગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગારપંચ ના બદલી આપવા હકારકમક વલણ નહી દાખવે તો તારીખ 19 મેં થી ઉપવાસ આંદોલન તથા અચોક્કસ મુદ્દત ની હડતાલ કરવાની ચીમકી આપી છે.