મોરબી : નવલખી રોડ પર રહેણાંક મકાનમાંથી રૂ. 1.34 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

- text


મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ ની સુચનાને પગલે એલસીબી ઇન્ચાર્જ પીએસઆઇ ભરતસિંહ પરમાર, ભરતભાઈ મિયાત્રા,પૃથ્વીરાજસિંહ જાડેજા ,રણજીતભાઇ ગઢવી, રાજેન્દ્રભાઇ ગઢવી, નંદલાલભાઈ વરમોરા, જયવંતસિંહ ગોહિલ, સંજયભાઈ મૈયડ, સહિતના સ્ટાફે નવલખી રોડ પરના શ્રધ્ધા પાર્ક માં આવેલ રહેણાંક મકાનમાં દરોડો પડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 449 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો કિંમત રૂ. 1,34 700 તથા કાર સહીત રૂપિયા 1,84,700 ના મુદ્દામાલ સાથે દસરથસિંહ કનકસિંહ જાડેજા અને રવિ જેન્તી ચૌહાણ ને ઝડપી લીધા હતા. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે રાજ્સ્થાનથી આરોપીઓએ વિદેશી દારૂ નો જથ્થો વેચવા માટે મંગાવ્યો હતો અને આજે શ્રધ્ધા પાર્ક માં આવેલ રહેણાંક મકાન ના નવેરા પાછળ તૂટેલી નંબર પ્લેટ વાળી GJ3 – DD – 99 નંબર લખેલી મારુતિ ફ્રન્ટી કાર માં વિદેશી દારૂ નો જથ્થો ભરી ને અન્ય જગ્યાએ પહોંચાડવા જતા હોવાની બાતમી મળતા પોલીસે તે વેળાએ ત્રાટકી ને વિદેશી દારૂ સાથે બંને ને પકડી લીધા હતા. આરોપીઓએ કોની પાસેથી ક્યા વાહનોમાં આ માલ મેળવ્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

- text