મોરબીમાં રાત્રીના હિલસ્ટેસનની ગરજ સારતો મયુરપુલ

- text


ઉનાળાના અસહ્ય તાપથી ત્રાસી જતા લોકોની રાત્રે મયુરપુલ પર ભીડ

મોરબી : ઉનાળામાં અસહ્ય તાપથી લોકો ત્રાસી જાય છે અને દિવસના તડકામાં ઘરની બહાર નીકળવાનું પણ પસંદ નથી કરતા ત્યારે રાત્રીના મોરબીના લોકો માટે હિલસ્ટેસનની ગરજ સારતો મયુરપુલ અહીના લોકોનું એક માત્ર પ્રિય સ્થળ બની ગયો છે.

- text

લોકો ઉનાળાના તાપથી બચવા માટે રજાઓ મનાવા માટે હિલસ્ટેસન પર જવાનું પસંદ કરે છે. જયારે મોરબીના લોકો માટે મયુરપુલ હિલસ્ટેસન જેવો જ અનુભવ કરાવે છે. ઉનાળાના તાપ થી ત્રાસી જતા લોકો ઘરમાં જ રેહવાનું પસંદ કરે છે. પરંતુ રાત્રીના સમયે પરિવાર સાથે મયુરપુલ પર ઠંડીનો અનુભવ કરવા લોકોની ભીડ એકઠી થાય છે. લોકોને પુલ પર પરિવાર સાથે બેસી સમય પસાર કરે છે. મયૂરપુલ રાત્રીના સમયમાં હિલસ્ટેસનનો અનુભવ કરાવે છે. રાત્રીના સમયે મયુરપુલ પર પરિવાર સાથે બેસીને વાતો કરવાથી શાંતિનો અનુભવ થાય છે. જયારે તહેવારોમાં પણ પુલ પર ભારે ભીડ જોવા મળે છે. લોકો પરિવાર સાથે મોડી રાત સુધી પુલની નૈસર્ગિક હવામાં તહેવારોનો આનંદ માણે છે.મયુરપુલ લોકો માટે કુદરતી હવાનો આનંદ મેળવવાનું કેન્દ્ર બની ગયો છે.

- text