મોરબીમાંથી મહિલા કોંગ્રેસે બંગડીઓ એકત્ર કરી સ્મૃતિ ઈરાની ને પાર્સલ કરી

મોરબી : તાજેતર માં કાશ્મીર માં બે ભારતીય સૈનિકો ની માથા કાપી ને પાકિસ્તાની સૈનિકો દ્વારા ક્રૂર હત્યા નીપજાવવા માં આવી અને તેમ છતાં વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદી ધ્રુતરાષ્ટ્ર ની ભૂમિકા માં બેઠા છે, ત્યારે એક સમયે જયારે મનમોહનસિંહજી વડાપ્રધાન હતા એ સમયગાળા દરમ્યાન આ પ્રકાર ની ઘટના બાબતે સ્મૃતિબેન ઈરાની દ્વારા એવી પ્રતિક્રિયા આપવા માં આવી હતી કે જે દેશ માં આવું બને એના વડાપ્રધાન ને બંગડીઓ પહેરી લેવી જોઈએ. તો તાજેતર માં જે ઘટના બની છે ત્યારે ભાજપ ના મંત્રી સ્મૃતિબેન ઈરાની કેમ મૌન છે? હવે કેમ તેઓ વડાપ્રધાન ને બંગડીઓ પહેરાવવા નથી જતા? આ બાબતે મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ક્રિષ્ના પટેલ ની આગેવાની માં વડાપ્રધાન માટે બંગડીઓ એકત્ર કરવા માં આવી છે. મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ અગ્રણી પ્રભાબેન જાદવ અને મુક્તાબેન બાવરવા દ્વારા મહિલાઓ દ્વારા લાવેલી બંગડીઓ એકત્ર કરવા માં આવી જેથી તેને સ્મૃતિબેન ઈરાની ને પાર્સલ કરી શકાય તેમજ હાલ ની સરકાર ના મૌન ના વિરોધ માં મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ ની બહેનો દ્વારા મોરબી ખાતે નહેરુ ગેટ ચોક માં જાહેર માં સરકાર ના છાજીયા લઇ વિરોધ પ્રદર્શિત કરવા માં આવ્યો અને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવા માં આવ્યા. તેમજ આ એકત્ર કરેલ બંગડીઓ સ્મૃતિબેન ઈરાની ને પાર્સલ કરવા માં આવી હતી.