મોરબી જિલ્લા માં ઉજાલા યોજના હેઠળ LED બલ્બ, ટ્યુબ, પંખાનું પુનઃ વિતરણ કરવાની માંગ

- text


કોંગી અગ્રણીએ રાજ્યના ઉર્જા વિભાગના સચિવને રજૂઆત

- text

મોરબી : રાજ્યસરકાર દ્વારા ઉજાલા યોજના હેઠળ શરુ કરવામાં આવેલા LED બલ્બ, ટ્યુબ, પંખા નું વિતરણ હાલ બંધ થઇ ગયું છે તેથી મોરબીના કોંગી અગ્રણી એ રાજ્યના ઉર્જા વિભાગના સચિવ ને રજૂઆત કરી ઉજાલા યોજના હેઠળ ફરી આ ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું વિતરણ શરુ કરવાની માંગ કરી છે.
મોરબીના કોંગી અગ્રણી કે ડી બાવરવા એ રાજ્ય ના ઉર્જા વિભાગના સચિવ ને રજૂઆત કરી હતી કે ઉજાલા યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા PGVCL કંપની મારફત LED બલ્બ નું વિતરણ કરવામાં આવતું હતું પરંતુ હાલ માં LED બલ્બ નું વિતરણ બંધ થઇ ગયું છે. જેથી લોકો ને આ સારી સુવિધા નો લાભ મળતો નથી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જો LED બલ્બ ખરાબ થાય તો તેને બદલી દેવામાં આવશે પરંતુ ઘણા લોક ખરાબ થયેલા LED બલ્બ બદલાવવા કચેરીઓના ધક્કા ખાઈ ખાઈ ને થાકી ગયા પરંતુ કચેરીઓમાંથી યોગ્ય જવાબ જ મળતો નથી. સરકારે આગાઉ લોકો માટે ટ્યુબ પંખા ની સ્કીમ જાહેર કરી હતી જેનો પણ લોકોને યોગ્ય લાભ મળતો નથી તેથી લોકો પરેશાન થઇ રહ્યા છે તેથી આ બાબતે યોગય પગલાં ભરવા તથા LED બલ્બ તેમજ પંખા ટ્યુબ નું વેચાણ પુનઃ ચાલુ કરવાની માંગ કરી છે.

- text