ટંકારામાં વિશ્વકર્મા ભગવાનની કથા : જીવન સાયડી જેવુ બનાવો…જેમ ઉડે ઉતરે તેમ કચરો બહાર આવે…

 

વિશ્વકર્મા ભગવાન ની કથામાં દેવી દેવતા ના પાત્રો જીવંત કરાયા
 

ટંકારા : ટંકારા સોસાયટી વિસ્તારમાં વિશ્વકર્મા પરિવાર ટંકારા દ્વારા સૃષ્ટિના સર્જનહાર વિશ્વકર્મા ભગવાન ની મહાપુરાણ કથા ચાલી રહી છે. જેમાં રાદંલ ઉત્સવની ધામ ધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પુર્વે ક્રિષ્ન જન્મોત્સવમા જુનાગઢ ના ભારતી બાપુ ખાસ પ્રધાયા હતા. રાત્રે શ્રીનાથજી ની ઝાંખી પનધટ કલાવુદ ના યુવાનો દ્વારા કરવામાં આવી હતી.

ટંકારા સરદાર સોસાયટી ખાતે ચાલી રહેલી ભગવાન વિશ્વકર્મા ની મહાપુરાણ કથા ભાવિકોને ભાવ વિભોર કરી દે છે. આજના આધુનિક ઓજારો સાથે જીવન મરણ નો મેળ ગણાવી કથાકાર શાસ્ત્રી જયંતીભાઈ એ જણાવ્યું હતું કે ગજ એજ જીવન ને આગળ વધારવાનો પ્રથમ જરૂરી ઓજાર છે દરેક સમાજ જ્ઞાતીના ગજ જુદા જુદા હોય છે અને ગજ થકી જ સમાજ પોતાનુ અસ્તિત્વ ટકાવી શકે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે લાકડા ના બન્ને છેડા કામ નથી આવતા તેમ જીદગીમા જન્મ મરણ વચ્ચે કરેલ કાર્ય જ કામ લાગે. તો કામ કરે સાથે કુળ ના ભુલવા ટકોર કરી હતી. ભણી ગણીને આવડે તો જ એન્જીન્યર થઈ શકાય પંરતુ વિશ્વકર્મા ના સંતાનો જન્મ જાત એન્જીન્યર હોય છે

4 મેં ના રોજ સારું થયેલી આ કથા આગામી 10 મેં સુધી ચાલશે. કથા નો સમય બપોરે 3 થી સાંજના 7 સુધીનો છે. આ ઉપરાંત કથામા રોજ રાત્રે સંતવાણી ધુન ભજન સંગીત સાથે ના કાર્યક્રમો પણ હોય છે ગરમી થી રાહત થાય માટે વરસાદી વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. આ કથાનો લાભ હજારો ભાવિકો લઈ રહ્યા છે