મોરબીમાં મહીલા ના કંકાલ મળવાના પ્રકરણ માં પ્રેમી સામે હત્યાની ફરિયાદ

મહારાષ્ટ્રથી બંને 20 વર્ષ પહેલા નાસીને મોરબી આવી ને મજૂરી કામ કરતા હતા : કોઈ અણબનાવ થતા પ્રેમિકાને મારી નાખીને પ્રેમી ફરાર થયાનું ખુલ્યું

મોરબી : લાલપર ગામે 22 માર્ચે ખોદકામ દરમિયાન મહિલા નું કંકાલ મળી આવવાના પ્રકરણ માં મૃતકના પિતાએ તેના પ્રેમી સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. 20 વર્ષ પહેલા પ્રેમી યુગલ મહારાષ્ટ્રમાં થી નાસીને છૂટ્યું હતું અને મોરબી આવીને મજૂરી કામ કરતા હતા જ્યાં બંને વચ્ચે અણબનાવ થતા પ્રેમિકાને મારીને પ્રેમી ફરાર થઇ ગયો હોવાનું પોલીસ તપાસ માં ખુલ્યું છે.
લાલપર ગામે તારીખ 22 માર્ચ ના રોજ વૃંદાવન સોસાયટીમાં પ્લોટના ખોદકામ દરમિયાન માનવ કંકાલ મળી આવ્યું હતું. આ માનવ કંકાલ અજાણી સ્ત્રી નું હોવાનું ખુલ્યું હતું તે સમયે પોલીસે આ બનાવ ની નોંધ કરી મૃતક ની લાશને ફોરેન્સિક પીએમ અર્થે મોકલી આપી હતી. દરમિયાન મહારાષ્ટ્ર ના દેવરામ હીરામણ દંડાજે ગોટુએ તાલુકા પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી કે લાલપર ગામે મળી આવેલું સ્ત્રી ની કંકાલ તેમની પુત્રી મીઠીબાઇ (ઉ.વ.40) નું હોવાનું જણાવ્યું હતુ. 20 વર્ષ પહેલાં મીઠીબાઇ ને મહારાષ્ટ્રમાં રહેતા ભાવરાવ દેવરાવ ગાયકવાડ સાથે પ્રેમ સબંધ બંધાયો હતો તેથી તે સમયે આ પ્રેમી યુગલ મહારાષ્ટ્રમાંથી નાસી છૂટ્યું હતું અને ગુજરાતમાં આવ્યા બાદ ફરતા ફરતા મોરબી આવી ને ત્યાં વસવાટ કરીને મુજરી કામ કરતા હતા તે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે અણબનાવ થતા મીઠીબાઇ ને મારી નાખી ને ભાવરાવ ગાયકવાડ તેની લાશ ને લાલપર પાસે ની વૃંદાવન સોસાયટીમાં દાટીને ફરાર થઇ ગયો હતો પોલીસે મૃતકના પિતા ફરિયાદના આધારે ભાવરાવ ગાયકવાડ સામે હત્યાનો ગુનો નોંધીને તેને ઝડપી લેવા તાપસ હાથ ધરી છે. પીએસઆઇ ગઢવીએ જણાવ્યું હતું કે આ બનાવ બાદ જે તે સમયે મહિલાની ઓળખ મળી ગઈ હતી જેની તેના મહારાષ્ટ્ર રહેતા પિતાને જાણ થતા તેઓએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે આ પ્રેમી યુગલે લગ્ન કર્યા હતા કે કેમ, હત્યાનું કારણ સહિતના રહસ્યો આરોપી પકડાયા બાદ ખુલશે.