મોરબી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં કેમ યોજાઈ સત્યનારાયણ ની કથા ? વાચો અહી

મોરબી : મોરબી શહેર ના મુખ્ય પોલીસ મથક એવા ‘એ’ ડિવિઝન સીટી પોલીસ સ્ટેશનમાં આજે સત્યનારાયણ દેવ ની કથા નું આયોજન કરવા માં આવ્યું હતું. આ કથાની પૂજા વિધિ માં યજમાન તરીકે ‘એ’ ડિવિઝન પોલીસ ઈન્સ્પેકટર ઓડેદરા સાહેબ બેઠા હતા. કથા નો પોલીસ સ્ટાફે પણ લાભ લીધો હતો. પોલીસ મથક માં કથા ના આયોજન અંગે પોલીસે રાજી ખુશીથી કથા કરી હોવાનું જણાવ્યું હતું.

જો કે ચર્ચા મુજબ ‘એ’ ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં તાજેતરમાં વધેલા ગંભીર ગુન્હાઓ અને પોલીસ મથક માં એક આરોપી યુવકના ગળેફાંસો ખાવાની ઘટના બાદ અમુક પોલીસ સ્ટાફના કહેવાથી પોલીસ મથકમાં શાંતિ જળવાઈ રહે તે માટે આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કારણ જે પણ હોય બસ પોલીસ મથક માં કરાયેલી કથા બાદ શહેરમાં શાંતિ જળવાઈ રહે તે જરૂરી છે.