હડમતિયા ગામના સરપંચે દારૂ બંઘીના કડક અમલ માટે પોલીસને રજુઆત કરી

ટંકારા તાલુકાના હડમતિયા ગામના સરપંચે ટંકારા પોલિસ ચોકીના પી.અેસ.આઈ ને રૂબરૂ મળીને હડમતીયા ગામ ની આજુબાજુ માં વધી રહેલી દારૂની બદી દૂર કરવા ગ્રામપંચાયતના લેટર પેડ પર લેખિતમાં રજુઆત કરી હતી.

આ લેખિત રજુઆત માં ગ્રામજનોએ પણ મોટી સંખ્યા માં સહીઓ કરી છે. પોલિસને આપેલી રજુઆત માં જણાવાયું છે કે ગામની આજુબાજુમાં વ્યાપક પ્રમાણમાં ખુલ્લેઆમ દેશી તેમજ વિદેશી દારૂનું વહેચાણ થઈ રહ્યું હોવાથી તેમજ ગામનાં યુવાનો પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે અને તેઅોના પરિવાર બરબાદ થઈ રહ્યા છે. ત્યારે પોલીસ તેમના વિસ્તારમાં કડક રોટ દારૂબંધીનો અમલ કરાવી દારૂનું વેચાણ કરતા બુટલેગરો ને પકડી પાડી કડક કાર્યવાહી ની માંગ કરવામાં આવી છે.