મોરબી માં બ્રહ્મસમાજ ના સમૂહલગ્ન અને યજ્ઞોપવિત સમારોહ યોજાયો     

 

મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા તારીખ 7 મે ના રવિવારે રત્નકલા એક્સપર્ટ ગ્રાઉન્ડ સમય ગેટ ની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત ધારણ વિધિના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મસમાજ ના સાત યુગલો લગનગ્રંથી થી જોડાયા હતા તથા આગિયાર બટુકો યજ્ઞોપવિત ધારણ કરી હતી. આ પ્રસંગે હિન્દૂ ધર્મ આચાર્યસભા કન્વીનર પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીજી, તથા ગાયત્રી મંદિર વાંકાનેર ના અશ્વિનભાઈ રાવલ, પ્રાંત અધિકારી કેતનભાઈ જોશી, ડેપ્યુટી પાણી પુરવઠા અધિકારી પ્રશાંતભાઈ ત્રિવેદી, નાયબ મામલતદાર નીખિલભાઈ જોશી , નવનીતભાઈ મહેતા, પીએસઆઇ ચંદ્રકાન્તભાઈ શુક્લ, બ્રહ્મસમાજ અગ્રણી નરેન્દ્રભાઈ ઠાકર, આચાર્ય જીગ્નેશભાઈ પંડ્યા, ભુપત પંડ્યા, બિપીન વ્યાસ સહિતના બ્રહ્મસમાજ ના સમાજ શ્રેષ્ઠિઓની ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ એ સફળ બનાવવા માટે સંસ્થા ના પ્રમુખ નરેન્દ્રભાઈ પંડ્યા, મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર સહિતના બ્રહ્મસમાજ ના આગેવાનો ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ માં સમસ્ત બ્રહ્મસમાજ લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રવિન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યું હતું.