માળીયા મીયાણાનુ એક એવુ ગામ જયાં છે ઘરે ઘરે પંખીના માળા..

- text


 

આખા ગામમાં જયા નજર ફેરવો ત્યા પંખીઓ માટે રહેવાના માળા જોવા મળે…

માળીયા (મી.) : માળીયા મીયાણા નું એક એવુ ગામ કે જ્યાં લુપ્ત થતી પંખીઓની જાતિને બચાવવા રીતસરની એક જુંબેશ ચલાવવામાં આવી રહી છે.આખા ગામમાં જયા નજર ફેરવો ત્યા પંખીઓ માટે રહેવાના માળા જોવા મળે. ગામ લોકોની પ્રેરણાદાય કામગીરી ને હવે આજુબાજુના ગામના લોકો પણ બિરદાવીને અનુસરી રહ્યા છે

- text

આ વાત છે માળીયા મીયાણા થી બાર કિમી ના અંતરે આવેલા સરવડ ગામ ની..આ ગામના લોકોનો પંખી પ્રત્યે નો પ્રેમ જોઈને ભલભલા નુ મન વાહ સરવડ વાહ કેવાનુ મન થાય આ ગામની મુખ્ય બજારો જોવો કે ધંધા ના સ્થળ કે ગામના ઘરો જયા નજર ફેરવો ત્યા જોવા મળે પંખીઓ માટે રહેવાના માળા…સામાન્ય રીતે આપણને વિચાર આવે કે ઘરની શોભા વધારવા ઘર આગણે ગામડાઓ મા સુશોભિત હાથ બનાવટ ના તોરણો હોય અથવા આસોપાલવ ના વૃક્ષ ના પાંદડા ના તોરણ હોય પણ આ ગામમા તો વેસ્ટીક પુઠા ના તોરણો બનાવી ઘર આગણે પંખીઘર બનાવી લટકાવી ને ઘરની શોભા સાથે પંખીઓ ની લુપ્ત થતી જાતીઓ ને બચાવવા નુ જાણે અભિયાન આ ગામના લોકો ચલાવી રહ્યા હોય તેવુ પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહયુ છે. ગામના જાણીતા પંખી પ્રેમી એવા ભરતભાઈ બાબરીયા તો તેમના ગામથી છ કિમી દુર પીપળીયા ગામે હેર કટીંગ ની દુકાને પણ આ સેવા બખૂબી નિભાવી રહ્યા છે તો ગામના એવાજ એક સુનીલભાઇ ઘનશ્યામભાઇ વિલપરાએ તો એક બે નહી અસંખ્ય આવા આવા માળા બનાવી પોતાની ઘરની શોભા સાથે પંખી પ્રેમ ઉજાગર કરી અન્યને લોકોને પંખી બચાવવા અભિયાનની પ્રેરણા આપી રહયા હોય તેમ જણાય આવે છે

- text