મોરબી નગરપાલિકાના ૩૮૦ કર્મચારીનું કાળીપટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન

- text


મોરબી નગરપાલિકા એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ ને સાતમાં પગારપંચનો લાભ આપવા અનેક વખત રજૂઆત કરવા છતાં નિવારણ ન થતા ગુજરાત નગરપાલિકા મહામંડળએ જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર વિવિધ વિરોધ કાર્યક્રમનું આયોજન અંતર્ગત આજે મોરબી નગરપાલિકાના કર્મચારીએ નોકરીના કલાકો દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. તેમજ કચેરી માં સુત્રચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ ઉપરાંત સાતમાં પગારપંચ બાબતે મોરબી નગર પાલિકાના કાર્મીચારીયો દ્વારા આગામી તા.૯ મેં ના રોજ રેલી સ્વરૂપે જીલ્લાકલેકટરને અવેદનપત્ર અપવામાં આવશે.તેમજ નગરપાલિકાના કર્મચારી તા.૧૨ મેં ના રોજ એક દિવસની માસ.સી.એલ.પર જશે .તેમજ તા.૧૬ મેં સવારે ૯ થી ૫ સુધી પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાશે.ત્યાં સુધી જો સરકાર તરફ થી કોઈ નિર્ણય ન લેવામાં આવે તો તા.૧૯ મેં પછી જલદ કાર્યક્રમો જેવાકે ઉપવાસ,અંદોલન,હડતાલ સહિતના કાર્યક્રમો કરવામાં આવશે.

- text