મોરબીમાં બોગસ ચેકના આધારે રૂ. ૨.૪૫ લાખની છેતરપીંડી

- text


મોરબીની બેંકમાં બિહારના શખ્સે અગાઉ વટાવેલા ચેકના આધારે બોગસ ચેકથી રૂ.૨.૪૫ લાખની છેતરપીંડી કરી હોવાની બેંક મેનેજરે ફરિયાદ નોંધાવી છે.

- text

મોરબી એસ બી આઈ બેન્કના મેનેજરે વિમલેશભાઈ ગૌસ્વામીએ બિહારના અનુરાગ રાજ  નામના શખ્સ સામે રૂ.૨.૪૫ લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ માં જણાવ્યા મુજબ અનુરાગ રાજે તેના પંજાબ નેશનલ બેંક મોરબી શાખામાં લુધયાણાની મેટ્રો ટાયર્સ લી.પેઢી દ્વારા ઇસ્યુ કરાવેલો રૂ.૨.૪૫૫૦૦ નો ચેક નાખ્યો હતો. જે અનુરાગ રાજના બેંક માં એકાઉન્ટમાં જમા થઇ ગયા હતો. બાદમાં અનુરાગે આ પૈસામાંથી  એટીએમ મારફત રૂ.૫૦ હજાર ઉપાડી લીધા હતા. પરંતુ આ ચેક અગાઉ પણ વટાવેલો  હોવાનું બહાર આવતા એક જ ચેક નંબરથી બે વખત ચેક વટાવતા બેંક મેનેજરે આ બિહારી શખ્સ સામે રૂ.૨.૪૫ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધવી છે ત્યારે પોલીસે જણાવ્યું હતું કે જે ચેક અગાઉ વટાવાયો હતો એ બોગસ ચેક થી કેવી રીતે નાણાઉપાડ્યા ? તે અંગે તપાસ ચાલી રહી છે.

- text