હળવદ યુવા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા આકરી ગરમીમાં રાહદારીઓ માટે વિના મુલ્યે છાસ નુ વિતરણ કરાયું..

 

હળવદ યુવા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ધમધોકતા તાપ માં આકરી ગરમીમાં રાહદારીઓ માટે વિના મુલ્યે છાસ નુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાયઁકમને સફળ બનાવા હળવદ યુવા ફ્રેન્ડ ગ્રૂપના રમીજ સુમરા, દાઉદભાઇ, ચકાભાઇ મીરા, અહેમદભાઇ, મુન્નાભાઈ, હારુનભાઈ વગેરે જહેમત ઉઠાવી લોકો ને ગરમીથી રાહત મળી રહે તે માટે એચ.ડી.એફ.સી બેન્ક સામે ઠંડી છાસનું ફ્રી માં વિતરણ કર્યું હતું. આકરા તાપ માં રાહદારીઓને ઠંડી છાસ પીવડાવના સેવા કાર્યક્રમની લોકોએ સરાહના કરી હતી.