ટંકારા ના લજાઈ ચોકડી થી વાકાનેર ને જોડતો જડેશ્વર રોડ રીપેર કરવા મા તંત્ર ની અવળચંડાઈ

- text


ટંકારા તાલુકા પંચાયત નાં ઉપ પ્રમુખે ઉચ્ચ અધિકારીઓ ને લેખીત રજુઆત કરી

આસ્થા ના કેન્દ્ર સમાન દેવાધિદેવ મહાદેવ નુ મોટુ સ્થાનક જયા આવેલુ છે તે જડેશ્વર મંદિર અને મોરબી થી વાકાનેર જવા માટે નો શોર્ટકટ રસ્તો લજાઈ ચોકડી થઈ હડમતિયા ગામ મારફતે જડેશ્વર ને જોડે છે જે ઘણા સમય થી રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે જેન રીપેરીંગ કામ ગેરન્ટી પિર્યેડ ના કોન્ટ્રાક્ટરે કરવાનુ હોય તે કામ તંત્ર ની મિલીભગત ને કારણે હાલ રાહદારીઓ હાલ બેહાલ બન્યાં છે આ રોડ અગાઉ પણ ચર્ચા મા આવી ગયો હતો. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મેરજા થી લઈને ચુટાયેલા સભ્યો દ્વારા રીપેરીંગ કામ ને લઈ ભારે માથાકૂટ થઈ હતી મોટા ભટ્ટાચાર ના આરોપ પણ થયા હતા

- text

ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર ને નોટીસ આપી રિપેર કરવા જણાવ્યું હતું પણ માત્ર મોટી ખોટી વાતો કરી વિરોધ શાત કરવામાં માહેર દ્વારા રોડ ઉપર રિપેરીંગ કામ કર્યું ન હતું ત્યારે ફરી એક વાર આ રોડ રીપેરીંગ કરવાની માગ સાથે ગાંધીનગર સુધી રજુઆત પહોંચી છે જેમાં માર્ગ મકાન વિભાગ ગેરંટી પિર્યેડ પુરો થવા ની રાહ જોવે છે. તેવા આરોપ જીવણસિંહ ડોડીયા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ એ કર્યો છે. જે મુજબ આ રોડ નુ 32 લાખ જેટલી રકમ ગેરંટી મા પડી છે અને જો બે મહિના નિકળી જાય તો કોન્ટ્રાક્ટર ને ચોખ્ખો લાભ થાય માટે તંત્ર ભટ્ટાચાર કરી સરકાર અને પ્રજા બન્ને ને રમાડતી હોવાનો આરોપ કર્યો છે. આ રોડ ઉપર સ્કુલ ,કારખાના હોવાથી અપડાઉન કરતા ની સંખ્યા વધી છે અને મોટા અકસ્માતો નો ભય રહે છે ત્યારે શુ તંત્ર રોડ દુર્ઘટના ની રાહ જોઈ બેઠું છે કે શુ? ત્યારે ચોમાસા પહેલા આ રોડ રીપેરીંગ નહી થાય તો રાજકોટ મોરબી રોડ ઉપર દેખાવ કરવાની ચિમકી ઉચ્ચારી છે.

- text