કલેકટરના આદેશ બાદ પાલિકા તંત્રની ઝેરી રસાયણ વાળી કેરી ઝડપવા નામ પૂરતી કાર્યવાહી કરાઈ

- text


મોરબી માં કલેકટરે ઝેરી કેરી ના વેચાણ પર પાબંધી લગાવી ને ઝેરી કેરી પર તૂટી પાડવાનો આદેશ આપ્યો હતો. જો કે નિર્ભર તંત્ર ને આ કામગીરીમાં જરાય રસ ન હોય અથવા ઝેરી કેરી વેંચતા નફા ખોરો સાથે મીલીભગત હોય તે રીતે શરમજનક કાર્યવાહી કરી હતી જેમાં બે સ્થેળે થી માત્ર 60 કિલો કેરી પકડીને મામૂલી રૂપિયા 6 હજાર નો દંડ ફટકાર્યો હતો. જો કે શનાળા રોડ પર એક દુકાનમાંથી 20થી 25 પેટી માં કાર્બાઇડ જોવા મળ્યા છતાં તંત્રએ માત્ર ત્રણ પેટીને ઝેરી કેરી બતાવીને જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા નફાખોરોને છાવરવાનો હીન પ્રયાસ કર્યો હતો

- text

મોરબીમાં કેરીની સીઝન શરુ થવાની સાથે નફા ખોરો વધુ નફો રાખી લેવાની લ્હાય માં જનઆરોગ્ય ની પરવાહ કર્યા વગર દુકાનો માં કે ગોડાઉનો માં કેલ્શ્યમ કાર્બાઇડ, ચાઇનીસ ઇથોલીન પાવડર ખેતીવાડી માં વપરાતા ઇથેયોન સોલ્યુશનના ફુવારા મારીને કેરી ને પકવતા હોવાના મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયાની સાથે તંત્ર હરકતમાં આવ્યું હતું. અધિક કલેકટરે ઝેરી કેરીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડી મોરબી જિલ્લાની નગરપાલિકા ને અને ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામપંચાયતોને ઝેરી કેરીનું વેચાણ કરતા લોકો પર તૂટી પાડવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે આજે મોરબી નગર પાલિકા તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નગરપાલિકાની ટીમે જ્યાં કેરીની સંખ્યાબંધ દુકાનો આવેલી છે તેવા શનાળા રોડ પરની કેરીની દુકાનો માં તપાસ કરી હતી. જેમાં એક દુકાને થી 20 થી 25 પેટીઓ માં કાર્બાઇડ નીકળ્યો હતો. આ કેરી એટલી બધી સડેલી હતી કે જોઈને પણ ચીતરી ચડે તેમ છતાં આવી ઝેરી કેરી નું વેચાણ કરતુ હતું. જો કે તંત્રએ આ બધી પેટીઓનો નાશ કરવાની કાર્યવાહી કરવાને બદલે માત્ર ત્રણ પેટીઓ ઝડપીને નાશ કર્યો હતો. તેમજ એક એક હજાર નો દંડ ફટકાર્યો હતો. બીજી જગ્યાએ સરદાર બાગ પાસે ખુલ્લામાં કેરી નું વેચાણ કરતા છૂટક વેપારીઓને ત્યાં તપાસ કરી હતી. અહીં પણ અનેક ઝેરી કેરીઓ જોવા મળી હતી તેમ છતાં તંત્રએ માત્ર બે અખાધ્ય કેરીની પેટી નો નાશ કર્યો હતો. આમ બંને જગ્યાએ કુલ 60 કિલો કેરી નો નાશ કરી રૂપિયા 6 હજાર નો મામૂલી દંડ ફટકારી તંત્રએ યોગ્ય કામગીરી કરીને ઓડકાર લીધો હતો.

- text