હડમતિયા ગામે રાષ્ટ્રીય પક્ષી મોરની અંતિમવિધી કરવામાં આવી.

- text


ટંકારા તાલુકાના હડમતિયા ગામથી થોડે દૂર એરીગેશના કંપાઉન્ડમાં રાષ્ટ્રીય પક્ષી મોર (માદા) નો મૃતદેહ  એરીગેશન કર્મચારીને જોવા મળતા તાત્કાલિક તેમને હડમતિયાના સામાજિક અને સેવાભાવી કાર્યકર રમેશભાઇ ખાખરીયાને જાણ કરતા રમેશભાઇ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ટંકારાના R.F.O. કુંડારીયા સાહેબને ફોન દ્વારા જાણ કરતા ફોરેસ્ટર યુ.એમ. રાઠોડ, તથા એસ. એન. ગરચર ઘટના સ્થળે પહોંચીને તપાસતા કોઇ વન્યપ્રાણી કે અન્ય પ્રાણીના નિશાન નહી જોવા મળતા મોર (માદા) નું મૃત્યું સખત ગરમીને કારણે થયું છે તેમ જણાતા પંચરોજકામ કરી મોરની દફનવિધી પંચની હાજરીમાં કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પક્ષી મોરને એરીગેશન કર્મચારીઓ દરરોજ ત્યાં ચણ નાખતા અને પાણીનું સિંચન પણ કરતા. આ સમાચાર મળતા મહિપતસિંહ ઝાલા, હરપાલસિંહ ઝાલા, એમ.એમ. ભાટીયા સાહેબ, જે.જે. દવે , કે.એ. નિમાવત હંસરાજભાઇ ખાખરીયા શોકમગ્ન બની ગયા હતા.

- text