મોરબી તાલુકા ભાજપ ની પંચાસર ખાતે કારોબારી બેઠક યોજાઇ

મોરબી : મોરબી તાલુકા યુવા ભાજપ ની પાંચમી કારોબારી બેઠક તાલુકા ભાજપ ના પ્રમુખ અરવિંદ વાસદડીયા ના અધ્યક્ષ સ્થાને મોરબી ના પંચાસર ગામે તારીખ 3 મેં ના રોજ મળી હતી
આ કારોબારી બેઠક માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સકરાર ની પ્રજા ના લાભાર્થે ચાલતી યોજનાઓ બદલ અભિનંદન આપતા ઠરાવ મંજુર કરાયો હતો. આ ઉપરાંત ગત વર્ષો માં જિલ્લા, તાલુકા પંચાયત અને સંગઠન માં હોદ્દેદાર તરીકે સેવા આપનાર વરિષ્ઠ ભાજપ ના સભ્યોનું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠક માં ઉપસ્થિત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ કોંગ્રેસની જાતિવાદી રાજનીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે ભાજપ ના કાર્યકરોને લોકસેવા ના કામો ને પ્રાધાન્ય આપવા પર ભાર મુક્યો હતો. જ્યારે અન્ય આગેવાનો બિપીન દવે, દુર્લભજી દેથરીયાએ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. આ બેઠક માં મોટી સંખ્યા માં તાલુકા ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..