મોરબીમાં ખુલ્લી ટ્રકો સામે ચેકિંગ : તાલપત્રી વગરના ૧૫ ટ્રકોને રૂ.૩૫ હજારનો દંડ ફટકાર્યો

- text


કલેક્ટરના જાહેરનામાંનો ચુસ્ત અમલ, જીપીસીપી, આરટીઓ અને પોલીસે ચેકિંગ હાથ ધરી તાલપત્રી વગરના ૧૫ ટ્રકોને રૂ.૩૫ હજારનો દંડ ફટકાર્યો

મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં રો-મટીરીયલ્સ માટે અવાર જવર કરતા ખુલ્લા ટ્રકોમાંથી ઝીણી રજકણનું પ્રદુષણ ફેલાતું હોવાથી કલેકટરે જાહેરહિતને ધ્યાને લઈને ખુલ્લી ટ્રકો પર પ્રવેશબંધી ફરમાવી છે. ત્યારે આ જાહેનામાંના કડક અમલ માટે જીપીસીપી, આરટીઓ અને પોલીસની સંયુક્ત ટીમો ત્રકીને તાલપત્રી વગરના ૧૫ વાહનોને રૂ.૩૫ હજારનો દંડ ફટકાર્યો છે.

- text

મોરબી શહેર તથા આસપાસના  સિરામિક ઉદ્યોગો પોતાની ટાઈલ્સના ઉત્પાદન  માટે રાજસ્થાન અને કચ્છથી માટી, સફેદ પાવડર  વગેરે રો-મટીરીયલ્સ ડમ્પરો અને ટ્રકો મારફત મંગાવે છે.  પરંતુ આ રો-મટીરીયલ્સ ભરેલા ભારે વાહનો તાલપત્રી થી ઢાંકેલા વ હોય, ખુલ્લા હોવાથી ઝીણી રજકણનું પ્રદુષણ ફેલાય છે. જેથી જનઆરોગ્ય ઉપર ખતરો ઉભો થયો હતો. છેલ્લા ઘણા સમયથી મોરબી આસપાસથી ખુલ્લી ટ્રકોમાંથી પ્રદુષણ ફેલાવવાનો ગંભીર પ્રશ્ન છે. તેથી જાહેર આરોગ્યની ગંભીરતાને લઈને અધિક કલેકટર પી.જી.પટેલે ૧લી મેથી રો-મટીરીયલ્સ ભરેલા ત એકનો તાલપત્રીથી ઢાંકવા અને  તાલપત્રીથી ન ઢાંકેલા હોય તેવા ટ્રકો પર પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું બહાર પડ્યું હતું. આ જાહેરનામાના કડક અમલ માટે કાયદાકીય પગલા ભરવા આરટીઓ અને જીપીસીપીના અધિકારી બી.જી.સુત્રેજા, ડે.કલેકટર કેતન જોશી, ડીવાયએસપી જેએચ.ઝાલા, આરટીઓ અધિકારી એ.જે.વ્યાસ, બી.ડીવીજન પિએસઆઈ મજગુલ સહિતની ટીમો એન્ટ્રી પોઈન્ટ લક્ષ્મીનગર પાસે ખુલ્લી અવર-જવર કરતી ટ્રકો પર કડક ચેકિંગ હાથ ધર્યું હતું. રાજસ્થાન અને કચ્છથી રો-મટીરીયલ્સ ભરીને આવતા ૫૦ ટ્રકોનું ચેકિંગ કર્યા બાદ તેમાંથી ૧૫ ટ્રકો તાલપત્રી વગરની ઉઘાડી દેખાતા ૧૫ ટ્રકોને આરતિઓએ દંડ ફટકાર્યો છે. જો કે કલેકટરના જાહેરનામાં બાદ અલગ-અલગ ટીમોએ આકરી કાર્યવાહી કરી છે. જો આ કાર્યવાહી કાયમી રીતે જળવાઈ રહે તો ખુલ્લી ટ્રકોમાં લગામ આવશે. અને પ્રદુષણનો પ્રશ્ન હળવો થઇ જશે.

ફેકટરીના માલિક સામે કાર્યવાહી થશે
જીપીસીપીના અધિકારી સુત્રેજાએ જણાવ્યું હતું કે કલેકટરના જાહેરનામાં બાદ સિરામિક ફેકટરીઓને સુચના આપી દેવાઈ હતી કે ખુલ્લી ટ્રકોને તેમની ફેકટરીમાં પ્રવેશવા દેવાશે નહિ. અને આ અંગે તેમની પણ જવાબદારી બનતી હોય પ્રદુષણના ગંભીર પ્રશ્ને ગાડી જે ફેકટરીમાં જવાની હોય તે ફેકટરીના માલિક સામે પણ કાર્યવાહી થશે.

- text